જે આનંદ રૂપ અખંડ સુખદાયક , જ્ઞાનમૂર્તી બ્રહ્મ રૂપ ,
અતીત અગમ વ્યાપક સદા , વિમલ શુધ્ધ સ્વરૂપ
વિમલ શુધ્ધ સ્વરૂપ હે , કલ્પવૃક્ષ હે નિજ નામ
સોહમ શબ્દ સે લક્ષ લિયો , સોઈ સદગુરુદેવ પ્રણામ ...........
સદગુરુદેવ ઉગારામ બાપા, સદગુરુદેવ ત્રમ્બક સાહેબ ,સદગુરુદેવ શાંતિરામ બાપા , સદગુરુદેવ મણીરામ બાપા, સદગુરુદેવ સત પરેશ રામ બાપા જેવા અનેક નામી અનામી સંતો સાહેબ ધારા નાં પ્રગટ પુરુષો છે કે જે ધારા માં કબીર સાહેબ , છટાસાહેબ ,ભાણ સાહેબ ,રવિ સાહેબ , હોથી સાહેબ ,હીરસાગર બાપા જેવી મહાન વિભૂતિ, જેમણે સત ધરમ ને યથાવત રાખી ને જીવો ના આત્મા નું કલ્યાણ કરી , અનેકો નો ઓધાર કર્યો છે.
આવા તમામ સાહેબ મહાપુરુષો ને જય ગુરુદેવ........
