આ જગત માં સિદ્ધ તો ઘણા થયા પરંતુ સદગુરૂ ઘણા ઓછા. જે સ્વયં ને જાણી છે તે બધાય સિદ્ધ છે. એમાય સદગુરૂ તો સ્વયં ને જાણી , બીજા અનેક જીવોને સત્ય નાં માર્ગે લઇ જાય છે ને ઉદ્ધાર કરે છે. પોતે તો આ ભવસાગર થી તરી જાય છે તેમજ જીવોને તરી લ્યે છે. દેહે થી નોખા દેખાતા કબીર સાહેબ, રવિ સાહેબ , ભાણ સાહેબ , ધના ભગત, રોહીદાસ , તેમજ આદી અનાદી સંતો નો એક જ સ્વર છે તેમનો ભાવ પણ એકજ. એમને જુદા માનીને સંપ્રદાય વાદી બને છે. તેવા તો કોઈ કાળે પરમાત્મા ની અનુભૂતિ કરી શકતા નથી. સદગુરૂ એતો શુધ્ધ પ્રકાશ છે કે જેમાં અંધકાર ને કોઈ સ્થાન નથી. જેના હૃદયમાં સદગુરૂ સંત પ્રત્યે ભાવ થાય છે તેમજ જેણે આધિનતા ને નમ્રતા નો ગુણ ને કેળવી રાખ્યો છે તેજ સદગુરૂ નાં ચરણમાં રહીને અનંત ની યાત્રા માં જોડાઈ ને સહેજે ભવસાગર તરી જાય છે.
હે હંસપુરુષો.....તમે સદગુરૂ ચરણ માં રહી તમે સ્વ આત્મા નું દર્શન કરી કાયમ ને માટે મોક્ષ અનુભવો.
No comments:
Post a Comment