Monday, December 5, 2011

ધન્ય વખાણું એવા નર ને




ધન્ય   વખાણું  એવા  નર  ને  નારી  , કરી  ભજન  માં  કમાણી  રે ..
ગુરુ  વચન  નો  મહિમા  જાણી, અંતર  જ્યોત  પ્રગટાવી  રે ...

આપ   બડાઈ  અળગી  રાખી  ને  , સેવ્યા  સંત  સુખકારી  રે ..
શબદ  દયાની   બંદા  થાવે  , મહાપદ  ના   અધિકારી  રે ..

સદગુરુ  ચરણે  માન  મુકીને  , લીધો  મરમ ને  પીછાની  રે ..
ભ્રાંતિ  ભાંગી , તૃષ્ણા   ત્યાગી , સાચો  તે  વૈરાગી  રે ....

વિવેક  વિચારે  જગત  માં   રહેવે , આશક્તિ  ને  મટાડી  રે .......
કરમ  ધર્મ  ની  ભ્રમના  ને  ભાંગી , રહે  શબદ   માં  સમાઈ  રે ...

અજંપા  જાપ  માં  મન  ને  જપાવી , ગુરુગમે  દૃષ્ટિ  ઉઘાડી  રે ..
નામે  નિર્ભય  બની  ને  બેઠા .., નામે   થયા   નિજારી  રે ......

સતવચન માં  પ્રીત  “પરેશરામ ”, સતભક્તિ  ઊર  ઘારી  રે ..
રાખી  પ્રીતું  સદગુરુ સાહિબ  માં , પામ્યા  પદ  નીર્વાણી  રે ........    

No comments:

Post a Comment

સદગુરૂદેવ સત પરેશરામ બાપા

સદગુરૂદેવ સત પરેશરામ  બાપા

સદગુરૂદેવ ની આરતી

સદગુરુદેવ ની જય ........



જય અંતર્યામી , હે ગુરૂવર જય અંતર્યામી
પ્રગટ બ્રહ્મ સનાતન પોતે સહજાનંદ સ્વામી ..

..... હે ગુરૂવર સહજાનંદ સ્વામી



શૂન્ય મંડળ માં સેજ નિરંતર
અખંડ આનંદ ઉપકારી ,
સચરાચર માં આપ બિરાજો ,
ગગન મંડળ નાં ગામી....હે ગુરૂવર


નામ નાદ નવખંડ માં સુણતાં
અલખ નામ અનામી ,
દસે દિશામાં ગેબી ગર્જના,
ચેતન સાક્ષી પ્રકાશી ..હે ગુરૂવર


સ્વયમ સ્વરૂપી સ્વયમ પ્રકાશી
સ્વયમ ચેતન વાસી ,
આપ અરૂપ અખંડ અવિનાશી
અખિલ બ્રહ્મ વાસી ....હે ગુરૂવર


ગુરુશરણ માં જે નર પહોચ્યાં
સુરતા શબદ માં ઠેરાણી
દેખી બ્રહ્મ ભરપુર મ
ણીરામ

ઊતરે નાં પ્રેમ ખુમારી ...."પરેશ રામ"

ઊતરે નાં પ્રેમ ખુમારી...

શ્રી ગુરૂદેવ નમઃ

ગુરૂ બ્રહમાં ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વરા

ગુરૂ સાક્ષાત પરીબ્રહમ તસ્મૈ શ્રી ગુરૂદેવ નમઃ

ત્વમેવ માતા પિતા ત્વમેવ , ત્વમેવ બંધુ સખા ત્વમેવ

ત્વમેવ વિદ્યા ,દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમદેવ દેવમ

જે આનંદરૂપ અખંડ સુખદાયક ,જ્ઞાનમૂર્તિ બ્રહ્મરૂપ

અતીત અગમ વ્યાપક સદા , વિમલ શુદ્ધ સ્વરૂપ

વિમલ શુદ્ધ સ્વરૂપ હે , કલ્પવૃક્ષ હે નીજનામ

સોહમ શબ્દ સે લક્ષ લીયો, સોઈ સદગુરૂ દેવ પ્રણામ

કાયેનવાચા મન સેન્દ્રિયેવા બુધ્યાત્મ નાવા પ્રકૃતે સ્વભાવા

કરોની અધ્યમ સકલમ પરસમૈ , હેં નારાયણએ શ્રી સમર્પયામી

બ્રહમાનંદમ પરમ સુખદમ કૈવલ્યમ જ્ઞાનમૂર્તિ

દ્વાન્દાતીતમ ગગનસદ્શ્યમ , તત્વ મત્સ્યાદી લક્ષ્મ