Monday, December 5, 2011

ધન્ય વખાણું એવા નર ને




ધન્ય   વખાણું  એવા  નર  ને  નારી  , કરી  ભજન  માં  કમાણી  રે ..
ગુરુ  વચન  નો  મહિમા  જાણી, અંતર  જ્યોત  પ્રગટાવી  રે ...

આપ   બડાઈ  અળગી  રાખી  ને  , સેવ્યા  સંત  સુખકારી  રે ..
શબદ  દયાની   બંદા  થાવે  , મહાપદ  ના   અધિકારી  રે ..

સદગુરુ  ચરણે  માન  મુકીને  , લીધો  મરમ ને  પીછાની  રે ..
ભ્રાંતિ  ભાંગી , તૃષ્ણા   ત્યાગી , સાચો  તે  વૈરાગી  રે ....

વિવેક  વિચારે  જગત  માં   રહેવે , આશક્તિ  ને  મટાડી  રે .......
કરમ  ધર્મ  ની  ભ્રમના  ને  ભાંગી , રહે  શબદ   માં  સમાઈ  રે ...

અજંપા  જાપ  માં  મન  ને  જપાવી , ગુરુગમે  દૃષ્ટિ  ઉઘાડી  રે ..
નામે  નિર્ભય  બની  ને  બેઠા .., નામે   થયા   નિજારી  રે ......

સતવચન માં  પ્રીત  “પરેશરામ ”, સતભક્તિ  ઊર  ઘારી  રે ..
રાખી  પ્રીતું  સદગુરુ સાહિબ  માં , પામ્યા  પદ  નીર્વાણી  રે ........    

Thursday, December 1, 2011

શબ્દ ભેદ

સત્સંગ  નો  સાર  એટલે  સંતવાણી
સંતવાણી  નો  ભેદ  એટલે  સત્સંગ



ગગન  મંડળ  માં  જુઓ  તપાસી , નુર   નિરંતર  નજરે  ચઢે .......
સદગુરૂ  મીલે  તુને  સહેજે  બતાવે , નિજસ્વરૂપ ની  ભાન  પડે ......
                                                       ગગન  મંડળ  માં  જુઓ  તપાસી

વિવેક   વિચારે  હરદમ  હાલો , નામ  નિશાન  તમે  નક્કી  કરો ......
પારખ  થઇ  તમે  પારખી  લેજો , વૃતિ  વચન  માં  સ્થિર   કરો ......
                                                        ગગન  મંડળ  માં  જુઓ  તપાસી  

સદગુરૂ  શાને  સુરતા  શબદ માં  સાંધો , મન  પવન  ઘર  એક  કરો ..
નુરતે  સુરતે  નીરખો  ગગન  માં , અનહદ  નાદ  ત્યાં  હુઈ  રહ્યો ...
                                                         ગગન  મંડળ  માં  જુઓ  તપાસી  

અરધ ઉરધ નાં  આસન  ઉપર , ત્રિવેણી  માં  તાર  મિલાય ...
અધર  તખ્તે  મારા   નાથ  બિરાજે , ગુરુગમ  થી  દિયે  ઓળખાઈ ...
                                                        ગગન  મંડળ  માં  જુઓ  તપાસી  


પ્રગટ  સદગુરુ  પુરણ  મળિયા, પ્રગટી  પ્રેમજ્યોત  અંતર  માય ...
નીરખું  નુર  નિરંતર  “ પરેશરામ ” , પ્રેમ  ખુમારી  હવે  ઊતરે નાહીં..
                                                       ગગન  મંડળ  માં  જુઓ  તપાસી


સતનામ  સાહેબ   ***    જય ગુરુદેવ
સદગુરુદેવ સત પરેશ રામ બાપા ની વાણી 

સતસંદેશ

જય ગુરુદેવ ,

આ જગત માં સિદ્ધ તો  ઘણા થયા પરંતુ સદગુરૂ ઘણા ઓછા.   જે  સ્વયં ને જાણી છે તે બધાય સિદ્ધ છે. એમાય  સદગુરૂ તો સ્વયં ને જાણી , બીજા અનેક જીવોને સત્ય નાં માર્ગે લઇ જાય છે ને  ઉદ્ધાર કરે છે. પોતે તો આ ભવસાગર થી તરી જાય છે તેમજ જીવોને તરી લ્યે છે. દેહે થી  નોખા દેખાતા  કબીર સાહેબ, રવિ સાહેબ , ભાણ સાહેબ , ધના ભગત, રોહીદાસ , તેમજ આદી અનાદી સંતો નો એક જ  સ્વર છે તેમનો ભાવ પણ એકજ. એમને જુદા માનીને સંપ્રદાય વાદી બને છે. તેવા તો કોઈ કાળે પરમાત્મા ની અનુભૂતિ કરી શકતા નથી. સદગુરૂ એતો શુધ્ધ પ્રકાશ છે   કે જેમાં અંધકાર ને કોઈ સ્થાન નથી. જેના હૃદયમાં સદગુરૂ સંત પ્રત્યે ભાવ થાય છે તેમજ  જેણે આધિનતા ને નમ્રતા નો ગુણ ને કેળવી રાખ્યો છે તેજ સદગુરૂ નાં ચરણમાં રહીને અનંત ની યાત્રા માં જોડાઈ ને સહેજે  ભવસાગર તરી જાય છે.

હે હંસપુરુષો.....તમે સદગુરૂ ચરણ માં રહી તમે સ્વ આત્મા નું દર્શન કરી કાયમ ને માટે મોક્ષ અનુભવો.  

Friday, October 8, 2010

સત પરેશ રામ બાપા



જે  આનંદ  રૂપ  અખંડ  સુખદાયક , જ્ઞાનમૂર્તી  બ્રહ્મ રૂપ ,
અતીત  અગમ  વ્યાપક  સદા , વિમલ  શુધ્ધ સ્વરૂપ 


વિમલ  શુધ્ધ  સ્વરૂપ  હે , કલ્પવૃક્ષ  હે  નિજ નામ 
સોહમ  શબ્દ  સે  લક્ષ  લિયો , સોઈ  સદગુરુદેવ  પ્રણામ ...........




                 સદગુરુદેવ  ઉગારામ  બાપા,  સદગુરુદેવ  ત્રમ્બક  સાહેબ ,સદગુરુદેવ  શાંતિરામ  બાપા , સદગુરુદેવ   મણીરામ  બાપા, સદગુરુદેવ  સત પરેશ રામ  બાપા  જેવા અનેક નામી અનામી સંતો સાહેબ ધારા નાં પ્રગટ પુરુષો છે કે જે ધારા માં કબીર સાહેબ , છટાસાહેબ ,ભાણ સાહેબ ,રવિ સાહેબ , હોથી સાહેબ ,હીરસાગર  બાપા જેવી મહાન વિભૂતિ, જેમણે સત ધરમ ને યથાવત  રાખી ને જીવો ના  આત્મા નું કલ્યાણ કરી , અનેકો નો ઓધાર કર્યો છે.  




આવા તમામ સાહેબ  મહાપુરુષો  ને  જય ગુરુદેવ........

સદગુરૂદેવ સત પરેશરામ બાપા

સદગુરૂદેવ સત પરેશરામ  બાપા

સદગુરૂદેવ ની આરતી

સદગુરુદેવ ની જય ........



જય અંતર્યામી , હે ગુરૂવર જય અંતર્યામી
પ્રગટ બ્રહ્મ સનાતન પોતે સહજાનંદ સ્વામી ..

..... હે ગુરૂવર સહજાનંદ સ્વામી



શૂન્ય મંડળ માં સેજ નિરંતર
અખંડ આનંદ ઉપકારી ,
સચરાચર માં આપ બિરાજો ,
ગગન મંડળ નાં ગામી....હે ગુરૂવર


નામ નાદ નવખંડ માં સુણતાં
અલખ નામ અનામી ,
દસે દિશામાં ગેબી ગર્જના,
ચેતન સાક્ષી પ્રકાશી ..હે ગુરૂવર


સ્વયમ સ્વરૂપી સ્વયમ પ્રકાશી
સ્વયમ ચેતન વાસી ,
આપ અરૂપ અખંડ અવિનાશી
અખિલ બ્રહ્મ વાસી ....હે ગુરૂવર


ગુરુશરણ માં જે નર પહોચ્યાં
સુરતા શબદ માં ઠેરાણી
દેખી બ્રહ્મ ભરપુર મ
ણીરામ

ઊતરે નાં પ્રેમ ખુમારી ...."પરેશ રામ"

ઊતરે નાં પ્રેમ ખુમારી...

શ્રી ગુરૂદેવ નમઃ

ગુરૂ બ્રહમાં ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વરા

ગુરૂ સાક્ષાત પરીબ્રહમ તસ્મૈ શ્રી ગુરૂદેવ નમઃ

ત્વમેવ માતા પિતા ત્વમેવ , ત્વમેવ બંધુ સખા ત્વમેવ

ત્વમેવ વિદ્યા ,દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમદેવ દેવમ

જે આનંદરૂપ અખંડ સુખદાયક ,જ્ઞાનમૂર્તિ બ્રહ્મરૂપ

અતીત અગમ વ્યાપક સદા , વિમલ શુદ્ધ સ્વરૂપ

વિમલ શુદ્ધ સ્વરૂપ હે , કલ્પવૃક્ષ હે નીજનામ

સોહમ શબ્દ સે લક્ષ લીયો, સોઈ સદગુરૂ દેવ પ્રણામ

કાયેનવાચા મન સેન્દ્રિયેવા બુધ્યાત્મ નાવા પ્રકૃતે સ્વભાવા

કરોની અધ્યમ સકલમ પરસમૈ , હેં નારાયણએ શ્રી સમર્પયામી

બ્રહમાનંદમ પરમ સુખદમ કૈવલ્યમ જ્ઞાનમૂર્તિ

દ્વાન્દાતીતમ ગગનસદ્શ્યમ , તત્વ મત્સ્યાદી લક્ષ્મ